હોટલ અને રેસ્ટોરન્ટ માલિક ને રાખવો પડશે લોકો જોઈ શકે તે રીતે રસોડા : હોટલ અને રેસ્ટોરન્ટમાં બની રહેલા ભોજનમાં કેટલી છે સ્વચ્છતા તે લોકોને પણ જોવાની મળી પરવાનગી
હાલના તબક્કે બીમારી જ્યારે ખુબ જ લોકોને પરેશાન કરી રહી છે અને ઘરે ઘરે ખાટલા મંડાયા છે તેવા સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નિયમ પ્રમાણે હવે કોઇપણ હોટલ રેસ્ટોરેન્ટ કે રસોડા બહાર નો એડમિશન વિધાઉટ પરમિશન અથવા એડમિશન ઓન્લી વિથ પરમિશન જેવા બોર્ડ લાગેલ દેખાય તો તે હટાવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નજીકની ઓફિસને ગાંધીનગર ફૂડ સેફ્ટી કમિશન દ્વારા અમલ કરવા જણાવવામાં આવ્યું છે અને તે અંતર્ગત હવે કોઈપણ જગ્યાએ રસોડામાં આવા બોર્ડ ન લગાવવા અને લાગેલા હોય તો હટાવવા ની સુચના આપવામાં આવી છે તેની સાથે જ્યાં પણ રસોડા હોય તે જગ્યાએ બારી અથવા કાચ લગાવીને લોકો રસોડાની અંદર ચાલતા કામકાજ ને જોઈ શકે તેવી પારદર્શકતા રાખવાની રહેશે અને સ્વચ્છતા જાળવી રાખવી તેની જવાબદારી તે હોટલ રેસ્ટોરન્ટ માલિકની રહેશે જે અંગે એક્ટ મુજબ હવેથી લોકોને કઈ જગ્યાએ ખાવું અને તે જગ્યાની કેટલી સ્વચ્છતા છે તે અંગે લોકોને જાણકારી મળી રહેશે જેનાથી હવે બહાર જમતા પહેલા કઈ ટાઈપનું અને કેટલું સ્વચ્છ ભોજન પીરસવામાં આવી રહી છે તે જાણકારી લોકોને સરળતાથી મળી રહે તેવી કામગીરી સાથે ફૂડ સેફટી રાખવામાં ખુબ જ આવકારદાયક નિયમ ગણાશે જેથી હવે લોકોને અંદર અલગ અને બહાર દેખાવ અલગ ના નિયમ સાથે પીરસાતી ભોજન જમવાનું વારો નઈ આવે અને હલકી ગુણવત્તા વાળા ભોજન લોકો સુધી નહીં પહોંચે અ આ નિયમથી ચોક્કસ સાબિત થશે પરંતુ આ નિયમનું પાલન થાય છે કે નહીં તે જોવાનું આવનારા દિવસોમાં જ રહેશે