નાના વાહનોને મોટા દંડ, મોટા વાહનોને માફી

ટ્રાફિક નિયમનના કાયદામાં દંડની જોગવાઇમાં સુધારો કરીને હવે તોતિંગ રકમનો દંડ ફટકારવાનું અમલી બન્યાં પછી પશ્ચિમ કચ્છ પોલીસની નીતિમાં ફેરફાર આવ્યું હોવાનું સામાન્ય લોકો અનુભવી રહ્યા છે. પોલીસ નાના વાહન ચાલકોને દંડ ફટકારી રહી છે તો, બીજી તરફ મોટા વાહનો લક્ઝરી બસ અને તૂફાન તેમજ છકડા સામે આંખ આડા કાન કરી રહી છે.સ્કુલવર્ધી બસ, ખાનગી બસ અને તૂફાન તેમજ છકડો રિક્ષાની ચકાસણી થાય તો લાયસન્સ, વાહનના કાગળિયા તેમજ ટેક્ષ ન ભર્યો હોય તેવા અનેક વાહનો પકડાય તેમ છે, પરંતુ પોલીસને તો નાના વાહન ચાલકોને મોટો દંડ કરવામાં જ રસ છે. નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે, મોટા વાહનના ચાલકો પાસે બેચવાળું લાયસન્સ છે કે, કેમ તે તપાસવું જોઇએ કારણ કે તે વાહનમાં સફર કરતા પ્રજાજનોના જાનનું જોખમ તેમા સમાયલું છે. માધાપર, મુન્દ્રા, માંડવી અને ખાવડા વિસ્તારના પટ્ટા પર ચાલતા મોટા ભાગના વાહનનોમાં ધંધાની હરીફાઇમાં મુસાફરોનો ખો લેવાય છે વાહનોમાં ઠસોઠસ લોકોને ભરીને દોડતા વાહનનોને કાયદાનો કોઇ જ ખોફ હોતો નથી ત્યારે પોલીસ ટુ-વ્હીલરના ચાલકોને પકડીને દંડ ફટકારવાની કાર્યવાહી સાથે બેફામ દોડતા મોટા વહાનોની ઇમાનદારી પૂર્વક ચકાસણી કરે તો, અને કાયદાનો ભંગ અને આરટીઑનો નિયમોનો છડેચોક ભંગ કરતા પકડાશે તેવું લોકો માની રહયા છે.અગાઉ એક રિક્ષા ચાલકને પકડવામાં આવ્યો હતો તેની પાસે આધાર કાગળ કે લાયસન્સ ન હોવાથી તેને 60 હજારનો દંડ કરાતાં તે રિક્ષા ચાલક પાસે રિક્ષા વહેચે તો, પણ રૂપિયા ભરી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું જેથી મોટા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.નાગરિકોમાં એવી માંગ ઉઠી છે