જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન સર્વેલન્સ ટીમ

પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદી દુર કરવા માટે સખત કાર્યવાહી કરવા સંદર્ભે આજ રોજ અત્રેના પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી વી.જી. ભરવાડ સાહેબ ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. નાઓએ ડી-સ્ટાફના માણસોને સુચના આપેલ હોય તે અન્વયે આજરોજ ડી-સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ડી-સ્ટાફના પો.હેડ.કોન્સ શીવરાજસિંહ પી રાણા તથા હરીશચંદ્રસિંહ બી જાડેજાનાઓની સંયુકત બાતમી આધારે કોલીવાસ સરપટનાકા બહાર આશાબા પીરની દરગાહની સામે રહેતો શ્યામ શીવા પગી ના ધરની બહાર જાહેરમાં અમુક સ્ત્રી તથા પુરુષો ગંજી પાના વડે જુગાર રમતા હોય જે અંગે રેઇડ કરતા નીચેના ઇસમોને રોકડ રૂપિયા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે (૧) અમીના વા/ઓફ હુશેન જત ઉ.વ. ૬૦ રહે.સરપટનાકા બહાર તુલસીમીલ પાછળ ભુજ (૨) કમળાબેન અનીલ રાજગોર ઉવ.૪૦ રહે.શીવનગર નાગનાથ મંદિર પાસે ભુજ (૩) હલીમાબેન ઉર્ફે હલુ વા/ઓ હસમુખ ગોર ઉવ.૪૮ રહે. શીવનગર નાગનાથ મંદિર પાસે ભુજ (૪) નયનાબેન વા/ઓ મનિષભાઈ પોમલ ઉવ.૪૩ રહે.પ્રમુખ સ્વામીનગર શેરીનં-૩ મકાનનં-બી-૯ ભુજ (૫) શંકર કારૂ કોલી ઉવ.૨૮ રહે.સરપટ નાકા બહાર કોલીવાસ ભુજ (૬) જુણશ કુભાર ઉવ.૩૫ રહે.સરપટ નાકા બહાર મુમતાઝ હોટલ પાછળ ભુજ (૭) અસલમ ઉર્ફે અપાલી ફકીર મામદ સમા ઉવ.૩૦ રહે.સંજોગનગર મુમતાઝ પાન સેન્ટર ની બાજુમા ભુજ વાળા પકડાઇ જઇ તથા આરોપી નં-(૮) અફરોઝ રફીક સીદી (૯) કિષ્ના રામજીભાઇ મારવાડા (૧૦) રેખા શંકર કોલી રહે ત્રણેય ભુજ વાળા નાશી જઇ તેમજ (૧૧)શ્યામ શીવાભાઇ પગી (૧૨) શ્યામ શીવાભાઇ પગી ની પત્ની હાજર નહી મળી આવી મુદામાલની વિગતઃ- રોકડ રૂા.૩૩,૮૦૦/ મોબાઇલ નંગ-૮ કી.રૂ.૩૬,૦૦૦/-ગંજી પાના નંગ-૫૨ કી.રૂા.૦૦/- એમ કુલ્લે કી.રૂા.૬૯,૮૦૦/- નો મુદામાલ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.જી ભરવાડ સાહેબ તથા ડી-સ્ટાફ જયદિપસિંહ વી.ઝાલા એ.એસ.આઇ. તથા પો.હેડ.કોન્સ શીવરાજસિંહ પી રાણા તથા હરીશચંદ્રસિંહ બી જાડેજા તથા રાજેન્દ્રસિંહ એ. રાઠોડ તથા વુ.પો.કોન્સ. કીરણબેન આર. બાટવા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.