કિડાણાના ભુકંપનગરમાંથી બાતમીના આધારે પૂર્વ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વોડે બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથકે નોંધાયેલા ફ્રોડ અને દારુના કેસમાં 10 મહીનાથી ફરાર આરોપીને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. રોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એમ.એસ.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી ધનરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથકે દારૂ અને ફ્રોડનો ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયો હતો જે કિડાણાના ભૂકંપનગર ખાતે રહેતો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી તેની અટક કરી પાંથાવાડા પોલીસ મથકે સોંપવાની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઇ દિપક શર્મા, હેડકોન્સ્ટેબલ જયપ્રકાશ અબોટી, મહેન્દ્રસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજા જોડાયા હતા.