છસરા નજીક અકસ્માતમાં યુવાનનું મોત

મોખા ચોકડીથી છસરા જતા માર્ગ પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાતાં મુન્દ્રા મહેશ્વરી સમાજના સેવાભાવી યુવાનને કાળ આંબી ગયો હતો.હતભાગીના ભાઈ કિશોર મગનભાઈ મહેશ્વરી (રહે મુન્દ્રા)ની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ગુરૂવારે સાડા સાત વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રા તરફ બાઈક પર સવાર થઈને આવતા અશોક મગનભાઈ મહેશ્વરી (ઉ.વ.43 રહે મહેશ નગર શેરી નં 1,મુન્દ્રા)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને પરિણામે ઘટના સ્થળે જ યુવાન કાળનો કોળીયો બન્યા હતા.