કમોસમી વરસાદથી પાકને થયેલ નુકસાનના વળતર માટે ભુજના ખેડૂતોની રેલી

ચાર દિવસ પહેલાં ભુજ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ કમોસમી બરફ વર્ષાને કારણે પાકને મોટું નુકસાન થયું છે. આજે ભુજની આહીરપટ્ટીના ૨૦ થીયે વધુ ગામોના ખેડૂતોએ રેલી યોજી હતી. ભુજ મધ્યે કચ્છ જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચેલા ખેડૂતોએ કમોસમી વરસાદથી તેમના પાકને ૧૦૦ ટકા નુકસાન ગયું હોવાનું જણાવીને વળતર આપવા માંગ કરી હતી.