ગાંધીધામના જૂની સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સુંદરપુરી વિસ્તારમાં સેવંતીલાલ મગનભાઈ શ્રીમાળી ઉંમર વરસ ૨૯ અને તેના મિત્ર પસાર થતા હતા ત્યારે આરોપી રાજુ બાબુ રાઠોડ અને દિનેશ બાબુ રાઠોડ તમે અહીંથી શું કામ પસાર થાવ છો તેમ કઈ ધારિયાથી હુમલો કરી એલ્યુમિનિયમના કેબલથી બંનેને મારી અલ્ટો કાર ઉપર છુટા પથ્થરનો ઘા કરી અને નુકસાન પહોંચાડ્યું હતું બંનેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાય હતા સામાપક્ષે રાજેશ ઉર્ફે રાજુ બાબુ રાઠોડ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જય કાનજી ભટ્ટ એ ૫૦ રૂપિયાની માંગણી કરતા રૂપિયા આપવાની ના પાડતા આરોપી સેવંતીલાલ શ્રીમાળી નવીન કાનજી ભટ્ટી અને જય કાનજી ભટ્ટીએ ધારિયાથી હુમલો કરી લાકડી વડે માર માર્યો હતો બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે