કચ્છ જિલ્લામાં પ્રાધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષાથી ખેડૂતો દ્વારા પાક વિમાનું પ્રિમિયમ ભરવામાં આવતુ હતુ પરંતુ અત્યાર સુાધી વિમા કંપની કયારે પણ વિમો ચુકવેલ હતો નહિં પરંતુ ગત વર્ષે સરકાર દ્વારા દુષ્કાળ જાહેર કરવામાં આવેલ હતો અને સરકારી અિધકારીઓ દ્વારા વિમા કપંનીઓને સાથે રાખી ક્રોપ કટીંગ કરેલ હતુ અને કચ્છના ખેડૂતોના ૭૨ કરોડ રૃપિયા વિમાની રકમ મંજુર થયેલ હતી. પરંતુ વિમા કંપનીઓ દ્વારા કોઈને કોઈ બહાના હેઠળ વિમાની રકમ ખેડૂતોને ચુકવતી ન હતી. આ બાબતે કચ્છ કોંગ્રેસ દ્વારા સતત છેલ્લા ૬ માસાથી રજુઆતો કરવામાં આવેલ હતી. મુખ્યમંત્રી અને કલેક્ટરને અવારનવાર આવેદનપત્રો આપવામાં આવેલ હતા. કચ્છ ભાજપના સાંસદ અને ધારાસભ્યો પાસે પણ રજુઆતો કરવામાં આવેલ હતી. તેમ છતા વિમા કંપનીઓ દ્વારા સરકાર સાથેની મિલીભગતના કારણે વિમાની મંજુર થયેલ રકમ ચુકવતી ન હતી. પરંતુ કોંગ્રેસના સતત દબાણને કારણે આખરે સરકાર અને વિમા કંપનીએ ઝુકવુ પડયુ અને કચ્છના ખેડૂતોના અિધકાર અને હક્કના મળવાપાત્ર રૃ.૬૭ કરોડ જેટલી વિમાની રકમ મંજુર કરવામાં આવેલ છે અને આ રકમ ટુંક સમયમાં જ વિમાનું પ્રિમિયમ ભરેલ દરેક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
આ બાબતે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલ દ્વારા દરેક ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, આ વિમાની રકમ તમારા બેંક ખાતામાં જમા થયેલ છે કે નહિં જેની બેંકમાં જઈને સાતેક દિવસ બાદ તપાસ કરવામાં આવે અને વિમાનું પ્રિમિયમ ભરેલ હોય અને ખાતામાં જમા ન થાય તો જિલ્લા ખેતીવાડી અિધકારી તેમજ તેમને જાણ કરવામાં આવે જેાથી ખેડૂતોના અિધકારની રકમ ખેડૂતોને મળી શકે. આમ તો વિમા કંપની દ્વારા જે રકમ મંજુર કરવામાં આવેલ છે તે રકમ પુરતી નાથી. કચ્છ કોંગ્રેસને મંજુર થયેલ વિમાની રકમાથી સંતોષ નાથી. કારણ કે કચ્છ જિલ્લામાં ગત વર્ષે દુષ્કાળ હતો ત્યારે વિમા કંપની દ્વારા ખેડૂતોને ૧૦૦% વિમાની રકમ મંજુર કરવી જોઈએ. પરંતુ વિમા કંપની દ્વારા ૩૦થી ૪૦ ટકા સુાધીની વિમાની રકમ મંજુર કરેલ છે જે ખરેખર અપુરતી છે.વિમા કંપની દ્વારા હાલે ૬૭ કરોડ રૃપિયા મંજુર કરેલ છે પરંતુ આ કંપનીને પ્રાધાનમંત્રી ફસલ વિમા યોજનાની ગાઈડ લાઈન મુજબ જે રકમ ચુકવવામાં વિલંબ કરેલ છે તેમજ નિયમોનું ઉલ્લંઘન કરેલ છે. જે મુજબ આ વિમા કંપનીને રૃ.૧૫ કરોડ જેટલી રકમ દંડ અને પેનલ્ટીરૃપે ચુકવવાની થાય છે. જેાથી, આ બાબતે પણ તાત્કાલીક વિમા કંપની દ્વારા પેનલ્ટીની રૃ.૧૫ કરોડ રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા કરાવે તેવી માંગ કોંગ્રેસ પક્ષી હુંબલ દ્વારા કરવામાં આવે છે. લાંબા સમયાથી ખેડૂતોના અિધકારની રકમ વિમા કંપનીઓ ચુકવતી ન હતી. તેમ છતા કચ્છ જિલ્લાના ભાજપના સાંસદ કે ધારાસભ્યઓએ કયારે પણ ખેડૂતો વતી મુદે ઉઠાવ્યો નહિં કે સરકાર પાસે રજુઆતો કરેલ નહિં. ત્યારે લાંબા સમય બાદ જયારે વિમાની રકમ મંજુર કરવામાં આવેલ છે ત્યારે કોઈ પણ સાંસદ કે ધારાસભ્યો આ બાબતે જસ ન લેવામાં આવે કારણ કે આ વિમા કંપનીઓએ ખેડૂતોને ખુબ પરેશાન કરેલ છે. વિમા કંપનીઓ દ્વારા ચાલુ વર્ષે પણ અતિવૃષ્ટિ તાથા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક ભારે નુકશાન તેમજ કોઈક વિસ્તારમાં ૧૦૦% પાક નાશ પામેલ છે. જેાથી, તાત્કાલીક સર્વે તેમજ ક્રોપ કટીંગની કામગીરી કરી અને ચાલુ વર્ષનો પણ વિમો મંજુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.