કચ્છમાં ચાલી રહેલ ખનિજ ચોરીની સામે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ લાલ આંખ કરી છે. ભુજના લાખોંદ ગામે ગાંધીધામ એ ડિવિઝન પીઆઇ બી.એમ. સુથાર અને આરઆર સેલના પીઆઇ જી.એમ. હડિયા સાથે પોલીસ ટીમે દરોડો પાડીને ૧૩ આઈવા ડમ્પર, બે હિટાચી મશીન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ખાણ જયેશ અંબિકાપ્રસાદ પંડ્યાના નામની અને હાલે લિઝ વસ્તા મશરીભાઈ ઓડેદરા દ્વારા ચલાવાતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે ખાણ ખનિજ વિભાગને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે