ત્રણ વર્ષ દુષ્કાળ વેઠનાર કચ્છના ખેડૂતો માટે ચાલુ વર્ષે લીલો દુષ્કાળ અને તેની વચ્ચે તીડ હવે ઈયળના ત્રાસે માથાનો દુઃખાવો સર્જ્યો છે. પોતાના મતવિસ્તારના ખેડૂતોની ફરિયાદને પગલે અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ રૂબરૂ પરિસ્થિતિનો ચિતાર મેળવતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નખત્રાણા ઉપરાંત અબડાસા અને લખપત તાલુકામાં પણ ઈયળોના કારણે એજ પરિસ્થિતિ છે. ખાસ કરીને એરંડાના ઉભા પાકનો સોથ ઈયળોએ અકીલા વાળી નાખ્યો છે. ખેડૂતોને થયેલા આ નુકસાન સંદર્ભે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પાકનું વળતર ચૂકવવા સરકાર સમક્ષ માંગણી કરી છે.