કચ્છભરમાં ૭૦માં બંધારણ દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

કચ્છમાં વિવિધ જગ્યાએ ૭૦માં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય બંધારણ પર કાનુનિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળામાં બંધારણ રચનાના ઈતિહાસ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ યોજાયો જિલ્લા કાનુનિ સેવા સત્તા મંડળ ભુજ તથા અધિવક્તા પરિષદ ગુજરાત દ્વારા ભુજ તાલુકાના સુખપર ગામની જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ મધ્યે કાનુનિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.લીગલ સર્વિસીસ બાબતે વક્તાઓ દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની હારારોપણ કરી બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ગણેશનગરની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૭૦માં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી. કેરાની કુમાર ગુ્રપ શાળામાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે.બંધારણમાં રચના અને તેની વિશેષતા અંગે સમજ અપાઈ હતી.ઓલ ઈન્ડિયા એસસી, એસટી, ઓબીસી માઈનોરીટીસ મહાસંઘ દ્વારા ભચાઉ તાલુકાના હરીનગર ગામે ઉજવણી કરાઈ હતી. ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ભારતને બંધારણની અમુલ્ય ભેટ અપાઈ હતી. તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. રાપરમાં મામલતદારની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી, તાલુકા પંચાયત, પોલીસ મથકે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી.