ભુજમાં યુવકને બેભાન કરીને તેના યુવતી સાથે બિભત્સ ફોટા-વિડિયો ઉતારીને રૃપિયાની માંગણી કરતો કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ શહેરના હોસ્પિટલ રોડ વિસ્તારમાં એક યુવકને યુવતીએ લીફટ આપવાના બહાને લઈ જઈને તેને બેભાન કરી મુક્યો હતો અને ત્યાર બાદ યુવતી સાથે વીડીયો અને ફોટા પડાવી લેવાયા હતા. યુવક ભાનમાં આવ્યા બાદ બે શખ્સો અને યુવતી મળીને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ રૃ.પ લાખની માંગણી કરી હતી. જો રૃપિયા નહીં આપે તો સમાજમાં બદનામ કરી નાખશુ તેવી પણ ધમકી ઉચ્ચારવામાં આવી હતી જેની યુવકે આ બનાવમાં ભુજ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ યુવતી અને યુવક અમદાવાદના હોવાનું જાણવા મળે છે અને તેઓને ભુજ લઈ અવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.