ગઇ તા.૧૮-૧૦-૧૯ના કારીયા બ્રધર્સના માલીક નિતીનભાઇ હેમરાજભાઇ કારીયા રહે. ભાનુશાલીનગર ભુજવાળા પોતાની દુકાનના રૂ.૮,પ૦,૦૦૦ થેલીમાં મુકી પોતે તથા તેના ભાઇ રેવાશંકર મોપેડથી પોતાના ઘરે જતા હતા ત્યારે ભાનુશાલીનગર દુધ કેન્દ્રની બાજુમાં કોઇ ત્રણ અજાણ્યા ઇસમો મોઢે રૂમાલ બાંધી મોટર સાયકલથી આવી સાહેદના હાથમાંથી થેલી લુંટી નાસી ગયેલ જે બાબતેનો ગુન્હો ભુજ શહેર બી ડીવી પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૧૮૮/૧૯ આઇપીસી કલમ ૩૯૪, ૧૧૪ મુજબ થયેલ. આ ગુનાની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદી પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાએ કરેલ. સુચના મુજબ વર્ક આઉટ શરૂ કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ દ્વારા અલગ-અલગ ટીમોની નિમણુંક કરવામાં આવેલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઇ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ દ્વારા આ ગુન્હાને ડીટેક કરવા માટે રોજેરોજનું મોનેટરીંગ રાખવામાં આવેલ. દરમ્યાન બી ડીવી. પો.સ્ટે. ભુજ શહેરના હરીચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ.ને હકીકત મળેલ કે ભુજ શાંતીનગરમાં રહેતા જયંતીભાઇ વરજાંગભાઇ દાફડા જે પોતે ખુબ જ રૂપીયા વાપરતો હોય અને તે કોઇ કામ ધંધો કરતો ન હોય અને તે આજથી બે મહીના પહેલા થયેલી લુંટ કરેલી હોય જેવી હકીકત મળતા ભુજ બી ડીવી. પો.સ્ટે.ના માણસો દ્વારા આ વ્યકિતની ખરાઇ કરી પુછપરછ કરતા સદરહું ગુના કામે કેફીયત આપેલ અને તેની સાથે બીજા બે ઇસમો પણ સદરહું ઇસમને સાથે રાખી (૧ા ઇરફાન ઉર્ફે સમીર હુસેન જત (ઉ.વ.૧૯, રહે. શાંતીનગર એરપોર્ટ રોડ ભુજ તથા (ર) હનીફ ઉર્ફે હફલો સાધક સમા (ઉ.વ.રર) રહે. શાંતીનગર એરપોર્ટ રોડ ભુજ વાળા હોવાનું જણાવેલ. આ કામગીરીમાં જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજ તથા બી ડીવી. પો.સ્ટે. ભુજના વી.જી.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. પુનશીભાઇ લાખુભાઇ ગઢવી તથા પો. હેઙ કોન્સ. હરીચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા તથા શિવરાજસિંહ પ્રવિણસિંહ રાણા તથા નરેન્દ્રભાઇ ધરડા તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા તથા પરમવીરસિંહ કિશોરસિંહ ઝાલા તથા નિમેશભાઇ નટવરલાલ બારોટ તથા વુ. પો. કો. કિરણબેન બાટવા વિગેરે માણસો જોડાયેલ હતા. એલસીબી શાખાના એસ.જે.રાણા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એએસઆઇ નરેન્દ્રભાઇ યાદવ તથા જયેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા તથા મહીપાલ પુરોહીત વિગેરે માણસો જોડાયેલ હતા.