ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં ચાર શખ્સોએ એક ડ્રાઇવરને માર મારીને ટ્રકમાંથી 50 લીટર ડીઝલ અને ડ્રાઈવરના ખિસ્સામાંથી રોકડા રુપિયા બાર હજાર લૂંટી ને નાસી ગયા હતા પોલીસે વિરુÙ ગુનો નનોધીને તપાસ શરુ કરી છે.દરમિયાન અલગ-અલગ ટીમો બનાવ્યા બાદ આ લૂંટમાં સંડોવાયેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે હજુ બે પોલીસ પકડથી દૂર છેબી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના જીઆઇડીસીમાં ટીટીસી કાંટા ની બાજુમાં ટ્રક ડ્રાઇવર મનોહર કુમાર શ્રી રામચંદ્ર સિંઘ પોતાનો ટ્રક ડમ્પર નંબર જીજે 12 એ વાય 5884 લઈને ઊભા હતા ત્યારે આરોપી જુસબ અને શબીર અને તેની સાથે બે અજાÎયાં સખ્સો એ આવીને ડ્રાઇવર મનોહર સિંઘ તેમજ સાહેદ ને હથિયારોથી મારમારીને બંને શખ્સોએ ટ્રકમાંથી 50 લીટર ડીઝલ તેમજ ડ્રાઈવરના ખિસ્સામાંથી રોકડા રુપિયા 12000 ની લૂંટ કરી ચારેય સખ્શો નાસી ગયા હતા ટ્રક ડ્રાઈવર અને સાહેદ લૂંટારુંઑ સામે પ્રતિકાર કર્યો હતો અને ઝપાઝપી પણ કરી હતી પરંતુ આરોપીઑએ હથિયારો સાથે હોય તેમણે હથિયાર ચલાવીને નાની મોટી ઈજાઑ પહાચાડી ને લૂંટ કરી નાસી ગયા હતા આ અંગે ડ્રાઇવર મનોહર કુમાર શ્રીરામચંદ્ર સિંઘ એ નોધાવેલી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે બંને લુટારુ સખ્શો સામે ગુનો નનોધીને તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે લૂંટારાઑને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને બાતમીના આધારે કીડાના સોસાયટીમાં રહેતા સબીર અક્રમ ચાવડા અને ગાંધીધામ સુંદરપુરી મા રહેતા હુસેન બચુ સંધાર પકડી પૂછપરછ કરતા તેમણે લૂંટનો ગુનો કબૂલ્યો હતો પરંતુ આ લૂંટ માં હજી બે શખ્સો ફરાર હોવાથી મુદ્દામાલ રીકવર થઇ શક્યો નથી ઝડપાયેલા બંને આરોપીઑને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ નાસતા ફરતા બંને આરોપીઑને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.