Breaking News Crime Kutch ભુજના પારેશ્વર ચોકમાં કચરાના ઢગલામાં ચલણી નોટો અર્ધ બળેલી ફાટેલી હાલતમાં મળી Kutch Care News December 4, 2019 શહેરના પારેશ્વર ચોક નજીક કચરાના ઢગલાં અડધી બળેલી અને ફાટેલી ભારતીય ચલણી નોટો મળી હતી. રૂ. 10, 20 અને 100ની નોટો બળેલી હાલતમાં મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. નોટો સળગાવવાની ઘટનાને પગલે લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને ઘટના સ્થળે દોડી ગયા હતા. એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈને સળગેલી અને ફાટેલી રૂ. 10, 20 અને 100ને કબજે લઈને તપાસ હાથ ધરી હતી. જો કે આ રકમ પાંચસો રૂપિયા આસપાસ હોવાનું સામે આવ્યું છે. તેમાં અમુક દસ્તાવેજો પણ સળગેલી હાલતમાં હતા. ચલણી નોટો અને દસ્તાવેજ કોણે સળગાવ્યા તે રહસ્ય બની રહ્યું છે. પોલીસે આ મામલે જાણવાજોગ નોધ કરી છે. Post navigation Previous: ગાંધીધામમાં ટ્રક ડ્રાઇવરને લૂંટનાર બે શખ્સો ઝડપાયાNext: મહમૂદ અલ હસન More Stories Breaking News સ્પેનમાં ઘૂસવાના પ્રયાસમાં આફ્રિકાના 34 હિજરતી ના મૃત્યુ Kutch Care News August 1, 2026 Breaking News India મોદીના વીડિયોના વિવાદ પછી vip માટે લાગુ કર્યા ખાસ નિયમ Kutch Care News August 1, 2026 Breaking News Crime India સેનાએ પાક નું ડ્રોન તોડી પાડ્યું Kutch Care News August 1, 2026