કચ્છમાં માવઠા જેવા માહોલ વચ્ચે ભૂકંપના આંચકાએ લોકોમાં ચિંતા સર્જી છે. અરબી સમુદ્રમાં રચાયેલા હળવા દબાણની અસર તળે કચ્છમાં વાતાવરણ ધૂંધળું બન્યું છે. ખેડૂતોને ફરી માવઠાને કારણે પાકની ચિંતા થઈ રહી છે. બદલાયેલા આવા વાતાવરણ વચ્ચે ગઈકાલે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર અનુભવાયેલા ૩.૬ ના આ આંચકાની તીવ્રતા રાપર ભચાઉમાં વધુ અનુભવાઈ હતી. રાપર ભચાઉ ઉપરાંત આ પંથકના ગામડાઓ સામખિયાળી, ગાગોદર, આધોઈ, લાકડીયા, છાડવારા, આમલીયારા, જંગી, શિકારપુર, વાંઢિયા વિસ્તારમાં સાંજે ૫ અને ૨૦ મિનિટે આવેલા ૩.૬ ના આંચકાને પગલે ધરતી ધણદ્યણી ઉઠી હતી. અવાજ સાથે આંચકો અનુભવીને લોકો ડરી ગયા હતા અને દ્યરની બહાર દોડી ગયા હતા. સિસ્મોલોજી કચેરીના અહેવાલ અનુસાર ગઈકાલે મળસ્કે ૪.૩૭ વાગ્યે પણ ૨.૩ નો હળવો આંચકો અનુભવાયો હતો.ઙ્ગ ગુજરાતમાં ભૂંકપના આંચકાઓનો સિલસિલો ચાલુ છે આજે ફરીવાર કચ્છમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર ૩.૬ ની માપવામાં આવી હતી.ઙ્ગ ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ રાપરથી ૨૭ કિમી દૂર ૨૩.૮ કિમીની ડેપ્થમાં કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ ભૂકંપનો તીવ્ર આંચકો આવતા સ્થાનિકો દ્યરની બહાર દોડી આવ્યા હતા. આ આંચકાનું એપી સેન્ટર પણ ૨૦૦૧માં આવેલા મહા ભયાનક ભૂકંપના એપીસેન્ટર વાળું જ હતું