કચ્છી મહિલાએ મીસીસ ઈન્ડિયા યુએસએ ઓરેગોનનો ખિતાબ જીત્યો

મુંબઇમાં ડોંબીવલીમાં રહેતી NRI કચ્છી પરિણીતા અમેરીકામાં યોજાયેલ મીસીસ ઈન્ડિયા ઓરેગોન યુએસેએ-2019 સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ વિજેતા બની છે. અમેરિકામાં રહેતી મૂળ ભારતની પરિણીત મહિલાઓ માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. અમેરિકાના રવિશિંગ વુમન ઓર્ગેનાઇઝેશન દ્વારા સીએટલમાં (વોશિંગ્ટન) 23-24 નવેમ્બરે યોજાયેલી મીસીસ ઈન્ડિયા યુએસએ ઓરેગોન 2019 સ્પર્ધામાં પોર્ટલેન્ડમાં રહેતા કાદમ્બરી છેડા-ડોનાવલકર વિજેતા જાહેર થતા તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો. રવિશિંગ વુમન એ એક સંસ્થા છે જે મહિલાઓ માટે પ્રોત્સાહન, પ્રેરણા, કદર અને સશક્તિકરણની દ્રષ્ટિ સાથે કામ કરે છે. તેઓ ભારત અને યુએસએમાં ઘણા ચેરિટી પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યા છે.કચ્છના માંડવી તાલુકાના નાની ખાખર ગામના વતની અને હાલ ડોંબીવલી-વેસ્ટમાં રહેતા મુંબઇ યુનિવસિર્ટીમાં કાદંબરીએ અર્થશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી અને સંયુક્ત રાષ્ટ્ર (ભારત કચેરી) માં વરિષ્ઠ સંશોધન અધિકારી તરીકે કામ કરતી હતી. તેણી આંતરરાષ્ટ્રીય બેડમિંટન ખેલાડી પણ હતી અને તેને ભારતમાં બેડમિંટન જુનિયર નંબર 1નો ખિતાબ મળ્યો હતો. કાદંબરીને વર્લ્ડ ચેમ્પિયનશીપ સહિત ભારતમાં ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સમાં બેડમિંટન ખેલાડી તરીકે પ્રતિનિધિત્વ કરવાનો લ્હાવો મળ્યો હતો. તેણી રમતગમત અને શિક્ષણ પ્રત્યે ખૂબ ઉત્સાહી છે. ભારતના વંચિત બાળકો માટે રમત અને શિક્ષણમાં તેમનું સમર્થન કરવા માટે નાણાં એકત્ર કરવામાં મદદગાર થઇ શકે તે માટે યુએસએમાં તેણી પહેલ શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે. 29 વર્ષીય કાદંબરી છેડા ડોનવલકરે મુંબઇમાં જ રહેતા મરાઠી યુવક પ્રથમેશ સાથે લગ્ન ર્ક્યાં છે. પ્રથમેશ ડોનવલકર મુંબઈ યુનિવર્સિટીમાં IITમાં ગોલ્ડમેડલીસ્ટ છે. આ NRI યુગલ અમેરિકામાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.