સિયોત-ગુનેરી માર્ગ વચ્ચે અકસ્માતમાં બોર્ડર વિંગના કર્મચારીનું મોત

લખપત તાલુકાના સિયોતથી ગુનેરી જતા હાઇવે પર સાંયરા ગામના ફાટક પાસે સોમવારે સવારે અકસ્માત થયો હતો. પુરપાટ પસાર થઇ રહેલી નવી નક્કોર કારનું ટાયર ફાટતા પુલ સાથે ટકરાઇ હતી અને ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ચાલકને સારવાર માટે દયાપર સામુહીક ઓરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા તે સમયે રસ્તા પર જ દમ તોડી દીધો હતો. ભોગગ્રસ્ત બોર્ડર વિંગના જવાન છે અને તેઓ રજામાં પોતાના ગામ ગુનેરી જઇ રહ્યા હતા.પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગજુભા ગોપાલજી જાડેજા (ઉ.વ.50) (રહે. ગુનેરી) પોતાની સ્વીફટ કાર નંબર જીજે 12 ડીએસ 1679 દ્વારા સવારે નવેક વાગ્યાના અરસામાં ઘડુલીથી પોતાના ગામ ગુનેરી જઇ રહ્યા હતા ત્યારે સાંયરા ગામના ફાટક પાસેથી અચાનક કારનું ઓગળનું ટાયર ધડાકા સાથે ફાટી જતા કારના સ્ટેયરીંગ પર કાબુ ન રહેતા કાર પુલ સાથે અથડાઇ હતી. ગજુભાને છાતીના ભાગે અને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફફતે દયાપર સામુહીક ઓરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. દરમિયાન સારવાર નસીબ થાય તે પૂર્વે જ મોત થયું હતું. બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બોર્ડર વિંગમાં ફરજ બજાવતા ઓ પ્રૌઢના અવસાનથી નાનકડા એવા ગુનેરી ગામે શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતક ગજુભાને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે તેમજ ભાજપ અગ્રણી હમીરજી ગોપાલજીના નાનાભાઇ હોવાનું જાણવા મળેલ છે. ગજુભા જિલ્લા પંચાયતના સદસ્ય હઠુભા સોઢા અને તાલુકા ક્ષત્રીય સમાજના પ્રમુખ જેતમાલજી જાડેજાના બનેવી છે. અકસ્માતની જાણ થતાની સાથે જ પરીવારજનો, જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પુંજુભા જાડેજા સહિતના ઓગેવાનો સામુહીક ઓરોગ્ય કેન્દ્ર ખાતે ધસી ઓવ્યા હતા. ગજુભાના મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાય ગુમાવી હતી.અકસ્માતમાં મૃત થયેલા ગજુભા જાડેજા બોર્ડર વિંગમાં રૂદ્રાણી ફરજ બજાવતા હતા. નોકરી પરથી ચાર દિવસની રજા માણવા તેઓ વતન ઓવી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં કાળનો કોળીયો બની ગયા હતા.