કચ્છના જખૌમાં ગોલા પદ્ધતિથી થતી માછીમારી અટકાવવા સ્થાનિક માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે..ઘણા સમયથી માછી મારો દ્વારા માંગ કરાઈ છે પરંતુ મત્સ્યઉદ્યોગ દ્વારા ધ્યાન ન અપાતા માછી મારોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
કચ્છના જખૌમાં ગોલા પદ્ધતિથી થતી માછીમારી અટકાવવા સ્થાનિક માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે..ઘણા સમયથી માછી મારો દ્વારા માંગ કરાઈ છે પરંતુ મત્સ્યઉદ્યોગ દ્વારા ધ્યાન ન અપાતા માછી મારોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છેજખૌ બંદરપર સમગ્ર ગુજરાત માછીમારી કરવા માછીમારો અહીં આવે છે..જેમાંથી ૫ ટકા જેટલા લોકો નિયમોને નેવે મૂકી માછી મારી કરે છે..જેથી નાના માછીમારોની રોજી રોટી છીનવાઈ રહી છે..ગોલા પદ્ધતિ કરવામાં આવતી માછીમારી થી આખી ક્રિકનો મુખ બંધ કરી દેવાય છે અને માછલીઓ ક્રિકની અંદર આવતા અટકી જાય છે..જેથી નાના માછીમારોને નિરાશ થવું પડેછે..તે ઉપરાંત ૪૦ એમ.એમ ની ઝાડીઓ પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવે છે..માછીમારો દ્વારા આ અંગે મુખ્ય મંત્રી વિજેય રૂપાણી ને પણ પત્ર લખાયો છે અને સ્થાનિક કચેરીમાં પણ અનેક વાર રજૂઆતો કરાઈ છે પરંતુ હજુ સુધી માછીમારોને થઈ જશે તેવા જવાબ આપી રવાના કરી દેવાય છે..વહેલી તકે આ અંગે જો અધિકારીઓ દ્વારા નિવેણો લાવવામાં નહીં આવે તો માછીમારો દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ માછીમારોએ ઉચ્ચારી હતી.