કચ્છમાં ફરી લઘુત્તમ તાપમાનનો પારો ૪ ડિગ્રી સુાધી ગગડયો છે. ઠંડીની પક્કડ વધુ મજબુત બની છે. નલિયામાં ૪ ડિગ્રી જેટલું ઘટીને ૧૦ ડિગ્રી સે. નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ માથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં પણ ૪ ડિગ્રી જેટલો ઘટાડો થઈને ૧ર ડિગ્રી સે. નોંધાયું છે. ભુજમાં ૧૩.૪ ડિગ્રી સે અને કંડલા પોર્ટમાં ૧પ.ર ડિગ્રી સે તાપમાન નોંધાયું છે. માવઠાનો માહલ વિખેરાયા બાદ ઠંડીનું પ્રમાણ વાધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન નીચે ઉતરવાની સંભાવના વચ્ચે બેાથી ચાર ડિગ્રી જેટલો પારો નીચે ઉતરતા ટાઢોડુ છવાયું છે. પવનની દિશા બદલાતા ઘલુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. નલિયામાં ૧૦ ડિગ્રી સે નોંધાયું છે. લોકોએ આકરી ઠંડી અનુભવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસાથી તાપમાન નીચુ જઈ રહ્યું છે. દિવસે પણ સામાન્ય ચમક અનુભવાઈ હતી. જિલ્લા માથક ભુજ ખાતે બે ડિગ્રી જેટલો ઘટાડો થઈને લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી સે અને મહત્તમ તાપમાન ર૭.૮ ડિગ્રી નોંધાયંુ છે. પવનની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વની થઈ હતી અને ઝડપ પ્રતિ કલાક સરેરાશ પ કિ.મી.ની નોંધાઈ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૮ ટકા અને સાંજે ર૬ ટકા નોંધાયુ છે. કંડલા એરપોર્ટમાં ૪ ડિગ્રી ઘટાડો થઈને લઘુત્તમ તાપમાન ૧ર ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧પ.ર ડિગ્રી નોંધાયું છે.