છેલ્લા બે વર્ષાથી શહેરમાં ચાલતી સાયકલ કલબ ‘ગેયરઅપ’ દ્વારા તેની સૃથાપના દિવસે શહેરમાં સીટી સાયકલ રાઈડ કરીને વધુ લોકોને સાયકલ ચલાવવા માટે જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવેલ હતો. જેમાં, ૫૦ જેટલા સભ્યો જોડાઈને એક કલાક સુાધી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને લોક જાગૃતિ કરેલ હતી. માંડવીમાં વર્ષોથી સાયકલ ચલાવતા ભચુભાઈ શીરોખા અને છેલ્લા બાવન વર્ષાથી એક જ સાયકલ ચલાવતા હરીશચંદ્ર ઝવેરીલાલ શાહ દ્વારા આ રાઈડની શરૃઆત કરવામાં આવેલ હતી.છેલ્લા બે વર્ષમાં ૯થી ૭૩ વર્ષની ઉમરના નાના મોટા લોકો સાયકલ કલબમાં જોડાઈને દરરોજ વહેલી સવારે પ્રકૃતિના આનંદ સાથે ‘હમ ફીટ તો ઈન્ડિયા ફીટ’ના સુત્રને સાર્થક કરતા સાયકલ ચલાવી રહ્યા છે. માંડવીની સાયકલ કલબમાં તમામ વર્ગના લોકો સામેલ છે. જેઓ ખાસ કરીને રવિવારે ૨૦થી ૩૦ કિ.મી.ની રાઈડમાં જોડાય છે. માંડવીના ભેજવાળા વાતાવરણમાં પગના દુઃખાવાની તકલીફો જોવા મળે છે. તેમાં ખાસ કરીને ૪૦થી ૫૫ વર્ષની ઉમરના લોકોને રેગ્યુલર સાયકલ ચલાવીને કસરત કરવી જોઈએ એમ સાયકલ ચલાવતા ડો.જોગેશભાઈ સચદેએ જણાવ્યુ હતુ. છેલ્લા બે વર્ષમાં માંડવી શહેરમાં ખાસ કરીને યુવા વર્ગમાં સાયકલ ચલાવવાનો શોખ શરૃ થયેલ છે.માંડવી સાયકલ કલબ દ્વારા સમયાંતરે સાયકલ ચલાવવા તેમજ ‘હમ ફીટ તો ઈન્ડિયા ફીટ’સુત્રના પ્રચાર માટે વિવિાધ કાર્યક્રમો કરવામાં આવે છે. માંડવી સાયકલ કલબમાં જોડાવવા માટે કોઈ ફી નાથી લેવામાં આવતી. માત્ર સાયકલ હોવી જરૃરી હોવાનું વિનય ટોપરાણી, જુગલ સંઘવી, મુનીન્દ્ર વૈાધ, પરેશ સોની વિગેરે દ્વારા જણાવાયુ હતુ. છેલ્લા બે વર્ષ દરમિયાન સાયકલ કલબના સભ્યોએ શહેરની આજુબાજુના વિસ્તારોમાં માત્ર રવિવારની રાઈડ દ્વારા ૨૦૦૦થી વધુ કિલોમીટર સાયકલ રાઈડ કરેલ છે. દર રવિવારે સવારે ૬ કલાકે એક સૃથળે ભેગા થઈને અગાઉાથી નક્કી કરેલ માંડવી તાલુકાના વિવિાધ રસ્તાઓ પર સરેરાશ ૨૦થી ૩૫ કિ.મી.ની સાયકલીંગ કરીને રવિવારની સવારને આનંદદાયી બનાવે છે. બે વર્ષ દરમિયાન સરેરાશ તમામ રવિવારના આ પ્રકારના આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે. રવિવારની લાંબી રાઈડમાં સાયકલમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની વ્યવસૃથા પણ રાખવામાં આવે છે.કલબના મુનીન્દ્ર વૈાધે જણાવેલ કે, બે વ્યકિત દ્વારા શરૃ કરવામાં આવેલ આ સાયકલ કલબમાં ધીમે ધીમે લોકો જોડાતા ગયા અને આજે તેની સંખ્યા ૫૦ જેટલા રેગ્યુલર સભ્યોની થઈ ગયેલ છે. દરરોજ સવારે માંડવી-શીરવા રોડ, માંડવી-રાયણ-ગઢશીશા રોડ પર રેગ્યુલર સાયકલીંગ ચાલતી હોય છે.