જેતપુર તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી લીધી : અજીત ઝાલા પકડાયો

જેતપુરના દેરડી પાસેથી તાલુકા પોલીસે દારૂ ભરેલ કાર સહીત રૂા ૨.૨૬ લાખનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

૩૧ ડીસેમ્બર ઉજવવા દારૂના પ્યાસીઓની માંગને પહોંચી વળવા દારૂના ધંધાર્થીઓ સ્ટોક કરતા હોય તેના ઉપર તવાઇ બોલાવવા એસ.પી. બલરામ મીણા તેમજ ડી.વાય.એસ.પી. સાગર બાગમારની સુચના અનુસાર તાલુકા પી.એસ.આઇ. એસ.વી. ગોજીયાએ સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, વિજયસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ શામળા, ચેતનભાઇ ઠાકોર, તથા રાજુભાઇ મકવાણાના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન દેરડી જેતપુર રોડ પર વોચ ગોઠવતા બાતમીવાળી ફીયાટ કાર નં. ૫૭૩૬ વાળી પસાર થતા કારને રોકી તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૫૨ મળી આવતા પોલીસે કાર ચાલક અજીત પુંજસિંહ ઝાલા (રહે. જેતપુર) જે દારૂનો જથ્થો તેમજ ફીયાટ કાર મળી રૂા ૨,૨૬,૭૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ અને કોને આપવા જવાનો હતો તે અંગે પુછપરછ હાથ ધરી છે.