૩૧stની ઉજવણી શાનદાર બનાવવા માટે મંગાવેલ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો
બામણબોર ટોલનાકા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડીને એક શખ્સની અટકાયત કરવામાં આવી છે તો તમામ મુદામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
૩૧st ની ઉજવણી દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ પીવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ન આવે તે માટે સાધન ચેકિંગ કરવામાં આવતું હોય છે અને મસમોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે એવામાં નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહની સુચનાથી રાજકોટ રેંજ સાયબર સેલના પોલીસ ઇન્સ. આર.એ.ડોડીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે પરથી બંધ કન્ટેનર ટ્રક આર.જે.૧૪.જીજી.૧૫૪૭માં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરી નીકળનાર હોય જેથી બામણબોર ટોલનાકા નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્ટાફના સુરેશભાઇ હુંબલ, કુલદીપસિહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા તથા કૌશીકભાઇ મણવર સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરતા ટ્રક આર.જે.૧૪.જીજી.૧૫૪ નિકળતા તેને તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૨૩૬ કિ.રૂ.૨૭,૭૮,૩૦૦, ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-ર કિ.રૂ.૧,૦૦૦મળી કુલ મુદામાલ કી.રૂ.૪૨,૭૯,૩૦૦ કબ્જે કરી ડ્રાઇવર આરોપી નં. પ્રદીપ રતીરામ પ્રજાપતી રહે.તતારપુર રાજસ્થાન વાળાને ઝડપી પાડી આરોપી પ્રિતમ ઓમપ્રકાશ યોગી રહે. તતારપુર રાજસ્થાન, ઇંગ્લીશ દારુનો જથ્થો ભરી આપનાર, રોડ રસ્તા બાબતે માર્ગદર્શન આપનાર અને દારુનો જથ્થો મંગાવનાર જુનાગઢના ઇસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ગુનો રજી. કરીને રાજકોટ રેન્જની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.