ડેંગ્યુ માંથી હજી માંડ કચ્છનું આરોગ્ય તંત્ર પરવાર્યું છે, ત્યાંજ સ્વાઇન ફ્લુએ દેખા દેતાં કચ્છનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં રહેતાં ૪૨ વર્ષીય મહિલાને ૧૪/૧૨ ના સારવાર માટે દાખલ કરાયા હતા. જયાં તેમનું ગઈકાલે મોત નીપજયું હતું. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર સહિત આરોગ્ય તંત્ર સ્વાઇન ફ્લુ સામે એલર્ટ થઈ ગયું છે. ગયા વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લુથી ૧૪ ના મોત નિપજયા હતા.