નાગરિકતા બિલ સામે કચ્છમાં મુસ્લિમ સમાજનો ઉગ્ર વિરોધ

સીએબી અને એનઆરસી સામે દેશના વિવિધ રાજયોમાં થઈ રહેલા વિરોધ વચ્ચે કચ્છમાં પણ વિરોધની અસર વરતાઈ છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કરાયેલા એલાનને પગલે આજે ભુજમાં કચ્છભરમાંથી જંગી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ભુજના હમીરસર તળાવના ખાલી મેદાનમાં ઠંડી વચ્ચેય લોકો ઉમટી પડ્યા હતા. મુસ્લિમ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ સૌને શાંતિ રાખી, પોલીસ તેમ જ વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. આ રેલીને દલિત અધિકાર મંચ અને અન્ય સામાજિક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે. કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનોએ સીએબી અને એનઆરસી સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. આ અંગે જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર દ્વારા પણ વિરોધ વ્યકત કરવામાં આવશે. રેલી અને સભાને પગલે ભુજમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે