ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલના સ્ટાફના માણસો તથા અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. તથા સ્ટાફના માણસોએ અલંગ ગામ ધાર વાડી વિસ્તાર, રાજુભાઇ માલપાણી વાળાના ખાડાના મેઇન ગેઇટ પાસેથી ત્રણ ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૧૬૬, બોટલ નંગ-૧૯૯૨ તથા આઇશર તથા સ્વીફટ કાર સાથે પકડી પાડેલ હોય અને જેની કાર્યવાહી કરતા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી અરવિંદભાઇ રૂપાભાઇ દિહોરા રહે.અલંગ ગામ, ધાર વાડી વિસ્તાર, તા.તળાજા જી.ભાવનગર વાળાના કબજા ભોગવટા વાળો ડેલો/ખાડામાં જમીનમાં ખાડો કરીને દાંટેલ ભારતિય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો મળી કુલ બોટલો નંગ-૬૫૦ મળી કુલ કિ.રૂ.૧,૯૫,૦૦૦/- નો મળી આવતા મજકુર અરવિંદભાઇ રૂપાભાઇ દિહોરા તથા સદરહુ દારૂનો જથ્થો આપનાર ઇસમો સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.