કચ્છના હમીરનાળામાંથી પકડાયેલા બે પાકિસ્તાની સામે ગુનો નોંધાયો

કચ્છના હમીરનાળાના અટપટ્ટા ક્રિક વિસ્તારમાંથી ગત 19મી ઓક્ટોબરના બીએસએફ જવાનોએ પકડી પાડેલ બે ઘુસણખોરો વિરૂધ દયાપર પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધાયો હતો.દયાપર પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 19મીના કચ્છના હમીરનાળા પીલર નંબર 1166 પાસેથી ગેરકાયદે ઘુસી આવેલ બે પાકિસ્તાની ઘુસણખોર હમજો સોનારો થેમોર (સુન્ની ઉ.વ.20), તેમજ મહમદ સાલે મામદ થેમોર (ઉ.વ.53) જુડો કોર્ટ પોસ્ટ જતી જિલ્લો થડા નવો જિલ્લો સુજવાલ પાકિસ્તાન સિંધ પ્રાંતના બન્ને શખ્સોને દયાપર પોલીસ મથકે સોંપ્યા બાદ ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલી અપાયા હતા.જેને લઇને આ બન્ને પાક ઘુસણખોર વિરૂધ ગુરૂવારે ગેરકાયદેસર રીતે વગર પાસપોર્ટ તેમજ વિઝા વગર પાકિસ્તાનથી ભારયતીય સીમામાં પ્રતિબંધ વિસ્તારમાં પ્રવેશ કરવા અંગે બન્ને સામે સતાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો.