શહેરના બોરતળાવની વોટર બોડીની જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. લાંબા સમયથી કરવામાં આવેલા આ દબાણો જેને દુર કરવા હાલના ભાજપના શાસકો નાકામ રહ્યા છે. મહાનગરપાલિકાની સાધારણ સભામાં આ દબાણો બે માસમાં દુર કરવાની વિપક્ષે આપેલી ચીમકી બાદ પણ દુર ના થતા આજે વિપક્ષ દ્વારા મેયરની ચેમ્બર બહાર ધરણા યોજી અકિલા વિરોધ પ્રદર્શન કર્યું હતું. . આ બાબતે મહાનગરપાલિકા ની સાધારણસભામાં અનેક વાર પ્રશ્નો પર ઉઠ્યા હતા અને જેના જવાબમાં બે મહિના માં આ દબાણો દુર કરવાની ચીમકી વિપક્ષે આપી હતી. જેમાં બે માસ વીતી જવા છતાં અકીલા આ દબાણો હજુ યથાવત છે. ત્યારે આજે વિપક્ષે મેયર ની ચેમ્બર બહાર ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા અને જો આ દબાણો દુર નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.આ તકે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન યુવરાજસિંહે કહ્યું કે આ દબાણો દુર કરવાની અમોએ તૈયારી કરી નાખી છે. ત્યારે વિપક્ષ દ્વારા લીંબડ જશ ખાટવા આ ધરણા નું નાટક કરી રહી છે. આગામી દિવસોમાં આ દબાણો ચોક્કસ દુર કરવામાં આવશે .બોરતળાવના દબાણો દુર કરવા બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નિર્દેશ કરી આ દબાણો દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ સત્તાના નશામાં ચુર નેતાઓ અને અધિકારીઓની મિલીભગત ના પાપે આ દબાણો આજદિન સુધી દુર કરવામાં આવ્યા નથી. રાજ્યવિલીનીકરણ સમયે જે સ્થિતિમાં આ તળાવ હતું તે સ્થિતિમાં ફરી સ્થાપિત કરવાના હુકમની અવગણના કરનાર આ શાસકો સામે તાકીદે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.