ગઈ કાલે જ હોમગાર્ડના એક જવાને ચોથી દીકરીનો જન્મ થતા 3 દીકરીઓને કુવામાં નાંખીને પોતે પણ આપઘાત કરી લીધો હતો ત્યારે આજે જૂનાગઢમાં બે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ઝેરી દવા ખાઈને બંને કોન્સ્ટેબલોએ પોતાનું જીવન ટુંકાવતા તેમના પરિવાર ઉપર પણ આભ તુટી પડ્યુ હતુ. જૂનાગઢમાં બે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યાની વધુ એક ઘટના સામે આવી છે.માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપ પરમાર અને સાજીદ નાગોરી નામના કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. આ જવાનોના પરિવારનો આક્રંદ તેમના પરિવારના પનોતા સંતાનો ગુમાવતા હૃદય હચમચાવી નાખનારો હતો. જયદીપ પરમારે ઝેરી સેલફોસના ટીકડા ખાઈને આપધાત કર્યો છે. કોન્સ્ટેબલ સાજીદ નાગોરી સસ્પેન્ડ હતા.સાજીદ નાગોરીએ જૂનાગઢ તેના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.તો રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે