ભ્રષ્ટાચાર સામે આરટીઆઇ કરનાર કોંગ્રેસી કાર્યકરને કચ્છ જિલ્લા પંચાયત ભાજપના મહિલા સદસ્યના પતિની ધમકી

માંડવી તાલુકાના ગુંદીયાળી અને ભાડીયા ગામ વચ્ચે ચાલી રહેલી પાઈપલાઈનના કામમાં આરટીઆઇ કરનાર કોંગ્રેસી કાર્યકર નારાણદાસ રણછોડ બોડાએ પોતાને જાનથી મારી નાખવાની ધમકી અંગે અરવિંદ દેવજી મોતા વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં ફરિયાદી કોંગ્રેસના મંત્રી છે, જયારે ધમકી આપનાર આરોપી તરીકે જેમને દર્શાવાયા છે તે, માંડવીના બીદડા બેઠકના ભાજપના જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ છે. આરટીઆઇ કરી વિગતો મેળવ્યા બાદ ભ્રષ્ટાચાર અંગે મીડીયામાં માહિતી આપવાના મુદ્દે આ બબાલ થઈ હોવાનો ફરિયાદીએ આક્ષેપ અકીલા કર્યો છે. આ અગાઉ રોડ રસ્તાના કામ બાબતે પણ ફરિયાદીએ ફરિયાદ કરી હતી. જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ કોન્ટ્રાકટ એજન્સી ચલાવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.