રાજ્ય-આંતર જિલ્લાની 200 પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ છૂટ્યો, હવે ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ કેવી રીતે રોકશો?

રાજ્યની આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ (check post) કરવા રાજ્યના પોલીસ વડા (Gujarat police) તરફથી આદેશ છૂટ્યા છે. ચેકપોસ્ટના કર્મચારીઓને શહેર-જિલ્લાની કાયદો વ્યવસ્થા જાળવવા આદેશ અપાયા છે. તત્કાલિક અસરે કાયમી ધોરણે પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ અપાયા છે. તમામ શહેરોના કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી દેવાઈ છે. તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ છે. ત્યારે બીજી તરફ શંકા સેવાઈ રહી છે કે, પોલીસ વડાના આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને મોકળુ મેદાન મળશે. તેમજ દારુબંધીવાળા (Liquor ban) ગુજરાતમાં કોઈ ચેકિંગ ન હોવાથી બૂટલેગરો આરામથી દારૂ રાજ્યમાં ઘૂસાડી શકશે. 31મી ડિસેમ્બર (31 December) નું સેલિબ્રેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આ પ્રકારના નિર્ણયથી કેવી અસર પડશે તે જોવુ રહ્યું. રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે, જે આજથી બંધ કરાઈ છે.રાજ્યના વડા શિવાનંદ ઝા તરફથી વિવિધ શહેરનો કમિશનર અને જિલ્લાઓના વડાને આદેશ આપવામાં આવ્યો છે કે, તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટ પર કામ કરતા પોલીસ કર્મચારીઓને સ્થાનિક કામગીરીમાં જોડવામાં આવે. આજથી અન્ય રાજ્યોને જોડતી ચેકપોસ્ટ ખૂલી ગઈ છે, અને ત્યાંથી પોલીસ કર્મચારીઓ પણ હટી ગયા છે. આમ, અન્ય રાજ્યોની જોડતી જિલ્લાની સરહદો મુક્ત બની ગઈ છે. જોકે, આ નિર્ણય કયા કારણોથી લેવાયો છે તે અંગેની કોઈ જાણ પોલીસ વડા કે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી નથી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે કહ્યું કે, ‘આ નિર્ણય ડીજી કક્ષાએથી લેવાયો છે જેથી કયા કારણોસર કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા નથી. જોકે, આ સમગ્ર મામલે ગુજરાત સરકાર અજાણ હોય તેવું માની ન શકાય. રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે. દરેક ચેકપોસ્ટ ખાતે અંદાજે પાંચ જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે આ બંદોબસ્ત વધારવામાં આવે છે.ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે રાજ્યમાં પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દારૂ ઘૂસાડવામાં આવે છે. ત્યારે જો ચેકપોસ્ટ બંધ થશે, તો દારૂ ઘૂસાડનારાઓને છૂટો દોર મળી જશે. ગુજરાતના દરિયામાર્ગ પણ સલામત નથી. ભૂતકાળમાં પાકિસ્તાનના આતંકીઓએ ભારતમાં ઘૂસવા આ જ માર્ગનો ઉપયોગ કર્યો હતો, ત્યારે હવે પાકિસ્તાની ઘૂસણખોરીને પણ છુટ્ટો દોર મળી જશે. તો સાથે જ ગુજરાતમાં ગુનો આચરીને ભાગી છૂટવા માટે આ સરહદો પરથી ભગી છૂટવું સરળ બની રહેશે. ત્યારે સવાલ એ છે કે, હવે આ તમામ બાબતોનું શું થશે. સૌથી વધુ દારૂ ઘૂસાડતી શામળાજી અને રતપુર ચેકપોસ્ટ આજથી બંધ પોલીસ વડાના આદેશ બાદ શામળાજીની આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ આજથી બંધ કરાઈ છે. રાજ્યમાં સૌથી વધુ દારૂ ઝડપતી રતનપુર ચેકપોસ્ટ બંધ થઈ છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા મોકળું મેદાન મળશે. 31 ડિસેમ્બરને લઈને બૂટલેગરો મોટી સંખ્યામાં દારૂનો સ્ટોક કરી શકે છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ, ગુંદરી, ખોડા સહિતની 15 પોલીસ ચેકપોસ્ટ પણ આજથી બંધ થઈ ગઈ છે.