જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ મરીન વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ લીલા કલરનુ ટીશર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરીને ગ્રે કલરના ચોરાઉ એકટીવા મોટર સાયકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરની લઇને સોસીયા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. જે હકીકત આધારે પંચો સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા હકીકત વાળા વર્ણનના કપડા પહેરીને એક ઇસમ એકટીવા મોટર સાયકલ સાથે જોવામાં આવતા મજકુર ઇસમ પાસે જઇ નામ ઠામ પુછતા યુવરાજસિંહ ઉર્ફે દીગુ ગીરવાનસિંહ ગોહિલ ઉ.વ.-૨૯ ધંધો ખેતી રહે-સોસીયા, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પોતાની પાસેની એકટીવા મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેની એકટીવા મોટર સાયકલ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે એકટીવા મોટર સાયકલ જોતા એક હોન્ડા કંપનીની ગ્રે કલરની ૫જી એકટીવા જેની આગળ પાછળ નંબર પ્લેટ જોવામાં આવતી નથી. જેના ચેસીસ નંબર જોતા -ME4JF50AAKU444861 તથા એન્જીન નંબર-JF50EU7444899 જેની કિ.રૂ.૫૫,૦૦૦/- ગણી પંચનામાની વિગતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકરુ ઇસમને પંચનામુ પુરૂ થયે સી.આર.પી.સી. કલાક ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે મજકુર ઇસમ પાસેથી મળી આવેલ એકટીવા મોટર સાયકલ બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, આજથી આશરે બે મહિના પહેલા તેના મિત્ર કુલદિપસિંહ ગોહિલ રહે.ભાંખલ વાળા તેને મળેલ અને તેના રાજકોટ વાળા મિત્ર રવીરાજસિંહ કેશુભા પરમાર પાસેથી આ ચોરાઉ એકટીવા મોટર સાયકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરની રૂ.૭૦૦૦/- આપેલ હોવાનુ જણાવતા જે અંગે ખરાઇ કરતા રાજકોટ શહેર બી ડિવીઝન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. મજકુર આરોપીને અલંગ મરીન પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.