દ્યણીવાર સંબંધો કાયદાકીય રીતે નવા બની જતાં હોય છે, અને જુના છૂટી જતાં હોય છે. પણ, માનસિક રીતે જુના સંબંધો તોડવા અદ્યરાં છે. નલિયામાં પૂર્વ પતિ સાથે છૂટાછેડા લઈને પોતાના પુરુષ મિત્ર સાથે રહેતી યુવાન ત્યકતા મહિલાએ કરેલા આપદ્યાતના પ્રયાસે ચકચાર સર્જી છે. નલિયાના મહેશ માનસંગ ધલે કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે તેમની સાથે રહેતી તેમની ૩૦ વર્ષીય મહિલા મિત્ર અંકિતા એસ. ગુપ્તાએ ફીનાઇલ પી અને હાથ ઉપર બ્લેડ વડે કાપા મારી આપદ્યાતનો પ્રયાસ કર્યો હોઈ તેઓ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવ્યા છે. અંકિતાએ પોતાના પતિ કેમિલ મંગલ ગઢવી સાથે છૂટાછેડા લીધા છે. અત્યારે અંકિતા અને મહેશ ધલ બન્ને મિત્રો તરીકે સાથે રહે છે. જોકે, ૩૦ વર્ષીય અંકિતાએ પોતાના પૂર્વ પતિએ નાની બાળકી બાબતે આપેલા ઠપકાને કારણે આત્મહત્યા નો પ્રયાસ કર્યાનો પોલીસ ફરિયાદમાં જણાવાયું હોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.