નલિયામાં ગઈકાલની તુલનાએ પારો બે ડિગ્રી જેટલો નીચે ઉતરી સિંગલ ડીઝીટ ૯ ડિગ્રી સે. પહોંચતા ઠંડીનું મોજુ વળ્યું છે. ઠંડીની પક્કડ મજબુત બનતા જનજીવન પ્રભાવિત થયું છે. સમગ્ર રાજ્યના સૌથી ઠંડા માથકનું નલિયાએ સૃથાન જાળવી રહ્યું છે. ભુજ સતત ત્રીજા દિવસે ૧૧ ડિગ્રી સે. સાથે બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું છે. કંડલા પોર્ટમાં ૧૨.૯ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૧૩.૭ ડિગ્રી સે. નોંધાયું છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસરના પગલે લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. બર્ફીલા વાયરાથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. નલિયામાં ફરી તાપમાનનો પારો નીચે ઉતરીને સીંગલ ડીઝીટે પહોંચી ગયો છે. ૯ ડિગ્રી સે. નોંધાતા લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ભુજમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઘટીને ૧૧ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી સે. નોંધાયું છે. ઠંડીની તીવ્રતામાં વાધારો થતાં સવારના મોડેાથી વેપારીઓ દુકાન ખોલી રહ્યા છે તો રાત્રીના વહેલી બંધ કરી નાખતા હોવાથી બજાર સુમસામ બની જાય છે. જો કે બજારમાં આ સમયે ગ્રાહકોની ચહલ-પહલ ઓછી જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાએાથી પ્રતિ કલાક સરેરાશ ૭ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. વહેલી સવારે તાથા રાત્રીના ઠાર અનુભવાયો હતો. કંડલા પોર્ટમાં ૧૨.૯ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૧૩.૭ ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે.