ચોથી દીકરી જન્મતા માતાએ ગળે ટૂંપો દઇ હત્યા કરી નાખી

ઉમરગામ ગાંધીવાડી સ્થિત સીએચસીના કોમન સર્વિસ સેન્ટર હોસ્પિટલમાં જન્મ થયાને ચાર કલાકની અંદર બાળકીનું મોત થયાની ઘટના ફરજ ઉપરના તબીબને સંકાસ્પદ જણાતા સ્થાનિક પોલીસને જાણ કરી મૃત બાળકીનું ફોરેન્સિક પીએમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવતા નવજાત બાળકીનું ગળું દબાવીને હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું.ઉમરગામ ગાંધીવાડીના સાકેત નગરમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશના જોનપૂર જિલ્લાના પરિવારની અનીતાદેવી ડીમ્પલ બિંદનામની મહિલાએ સતત ચોથીવાર પણ બાળકીએ જન્મ લેતા તેની ગળે ટૂંપો દઇને હત્યા કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. આ અંગે પીએસઆઇ પોતે ફરિયાદી બનીને ચાર દિવસના બાળકીની હત્યા કરનારી માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.