ગત ૧/૧૦/૨૦૧૫ ના આદિપુરના મુન્દ્રા સર્કલ પાસે અર્ધ બળેલી હાલતમાં મળી આવેલ ૨૪ વર્ષીય યુવતીની લાશની દ્યટનાએ કચ્છમાં ચકચાર સર્જી હતી. પોલીસ તપાસમાં આ લાશ ગાંધીધામના સિંધી પરિવારના વ્યાપારી પુત્રવધુની હોવાનો ખુલાસો થયા બાદ હત્યા અંગેનો મુદ્દો વધુ ચગ્યો હતો. દરમ્યાન ઇનોવા કારમાંઙ્ગ રિદ્ઘિની હત્યા તેના યુવાન વ્યાપારી પતિ કપિલ નંદવાણીએ કરી હોવાનું અને લાશને પેટ્રોલ વડે સળગાવી હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી પતિ કપિલના પરિવારજનો કુમાર નંદવાણી અને નિતુબેન નંદવાણીની ધરપકડ કરી ગુનો અકીલા નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજ આર.જી. દેવધરાએ પતિ કપિલને આજીવન કારાવાસની સજા ૬ હજાર રૂ. દંડ ફટકાર્યો હતો. જયારે કુમાર અને નિતુ નંદવાણીને છોડી મુકયા હતા. આ કેસમાં સરકાર તરફે પીપી મહેન્દ્રસિંહ જાડેજા જયારે ફરિયાદીના વકીલ તરીકે કરણસિંહ ઝાલા હાજર રહ્યા હતા. મૃતક રિદ્ઘિના પિતા અને બહેને ન્યાય માટે લડત ચલાવી હતી.