ભુજમાં એક જ પરિવારને ફુડ પોઇઝનિંગની અસર : બે મોત

કચ્છના ભુજમાં રઘુવંશીનગર ખાતે એક જ પરિવારના ચાર સભ્યોને ફુડ પોઝનીંગની ઝેરી અસર થતાં અકિલા તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, વાત ગંભીર બનતાં અને ખોરાકી ઝેરની અસર વધતાં પરિવારના ચારમાંથી નાના પુત્ર અને પુત્રીના કરૂણ મોત નીપજયા હતા., જયારે ઘરના મોભી એવા માતા-પિતા હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ છે. તબીબોની ટીમ સતત તેમની પર નીરીક્ષણ રાખી રહી છે. જો કે, ફુડ પોઇઝનીંગના આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, ભુજના બી ડિવિઝન પોલીસે સમગ્ર બનાવને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. કચ્છના ભુજમાં રઘુવંશીનગર ખાતે એક જ પરિવારના ચાર સભ્યોએ ગઇ મોડી રાત્રે ભોજન કર્યું હતુ અને તેમાં વડાપાઉં, બટાકાનું શાક અને દૂધ લીધા હોવાનું મનાઇ રહ્યું છે. જો કે, ત્યારબાદ ઘરના તમામ સભ્યોની તબિયત લથડી હતી. ખાસ કરીને ઘરના મોભી એવા માતા-પિતા અને તેમના નાના બંને બાળકો એવા પુત્ર-પુત્રીને ફુડ પોઇઝનીંગની ગંભીર અસર થઇ હતી. પરિવારના તમામ ચાર સભ્યોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબોએ ફુડ પોઇઝનીંગને લઇ ગંભીર અસર તેઓને થઇ હોઇ તેઓને દાખલ કરી સારવાર શરૂ કરી હતી. જો કે, ફુડ પોઇઝનીંગની ગંભીર અસરના કારણે પુત્ર અને પુત્રીના કરૂણ મોત નીપજયા હતા, તો, માતા-પિતાને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાયા હતા અને તેમની સઘન સારવાર શરૂ કરાઇ હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.