માંડવી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં એક તલાટીને માથામાં લોખંડની પાઇપ મારીને લોહી લુહાણ કર્યાની ખબરે પશ્યિમ કચ્છ પોલીસને દોડતી કરી મૂકી હતી. હકીકતમાં પોલીસે તલાટીને માર્યો ન હતો પરંતુ ખુદ તલાટીએ પોલીસ સ્ટેશનમાં આવીને લોકઅપનાં લોખંડી પાઇપો સાથે પોતાનું માથું ભટકાવીને માથુ રંગી નાખ્યું હતું. આ વાતનો ખુલાસો અકિલા પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને કારણે થયો હતો. આ ખુલાસાને પગલે પોલીસની ખાખી વરદી ઉપર ડાદ્ય લાગતા બચી ગયો હતો. પહેલાથી જ ઉગ્ર સ્વભાવનાં એવા કચ્છનાં માંડવી તાલુકાનાં ફરાદી ગામના એકસ સર્વિસમેન એવા પુનશી આલા ગઢવી નામનાં તલાટીએ માંડવીનાં સરકારી દવાખાનામાં સારવાર માટે આવી અને પોતા ઉપર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાત કરી હતી. જોકે, જે દશામાં તલાટી ગઢવી લોહી નિંગળતી હાલતમાં આવ્યા હતા તેને જોતા પ્રથમ દ્રષ્ટિએ જ કંઈક ગરબડ હોવાનું લાગતું હતું. કારણકે સામાન્ય રીતે કાયદાની જાણકાર પોલીસ કોઈ દિવસ આ પ્રકારે કોઈને મારે નહીં. પરંતુ જયારે ભોગ બનનાર જ એવું કહેતો હોય કે પોલીસ દ્વારા તેને મારવામાં આવ્યો છે તેવા કિસ્સામાં હોસ્પિટલવાળા પણ ફરિયાદી કહે તે મુજબની નોંધ કરી દેતા હોય છે. પરંતુ મામલો સરકારી કર્મચારી ઉપર પોલીસ દ્વારા આ પ્રકારે મારવાનો આક્ષેપનો હતો એટલે સ્વાભાવિક છે કે સમગ્ર દ્યટના સરકારી કર્મચારીઓથી માંડીને પોલીસ બેડા ઉપરાંત સામાન્ય લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. મામલાની ગંભીરતાને જોતા ખુદ પશ્ચિમ કચ્છ પોલીસનાં એસપી સૌરભ તોલંબિયા દ્વારા મામલાની તપાસ કરવામાં આવી હતી. જેને કારણે ગણતરીના કલાકોમાં જ દૂધનું દૂધ અને પાણી થઈ ગયું હતું અને તલાટીએ કેવી રીતે જાતે લોકઅપનાં લોખંડી દરવાજા સાથે માથું ભટકાવીને સમગ્ર આળ પોલીસ ઉપર નાખી દીધું એ કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં જ પોલીસને ઘેર્યા માંડવી પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તામસી મગજના તલાટી પુનશી આલા ગઢવી દ્વારા કેવી રીતે ત્રણથી ચાર પોલીસ કર્મચારીને દ્યેરીને હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી તે દ્યટના આબાદ કેદ થઈ ગઈ હતી. ફુટેજમાં તલાટી સાથે વાત કરીને પોલીસ કર્મચારી જવાનો પ્રયાસ કરે છે ત્યારે જ તલાટી તેને પકડવાનો પ્રયાસ કરતો નજરે પડે છે. ત્યારબાદ અન્ય પોલીસ કર્મચારીઓ પણ જયારે તેને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે પણ એકલો તલાટી ચાર ચાર પોલીસવાળાને બાથ ભરતો રહ્યો હતો. એક તબક્કે જયારે ઉશ્કેરાયેલા તલાટીને પકડી લોકઅપમાં પુરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે જાતે તેનું માથું લોકઅપ સાથે અથડાવે છે. જેને કારણે તેના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે. અને છેવટે જયારે મામલો સરકારી હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે વાત પોલીસનાં દમનની આવે છે. જોકે લોકો માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે ફાયદાકારક સાબિત થયા હતા. સોશ્યલ મિડીયામા વાયરલ થયો છે.