રણોત્સવના કારણે પ્રવાસીઓનો પ્રવાહ કચ્છતરફ વળ્યો છે ત્યારે બન્નીના પ્રખ્યાત માવાનું વેંચાણ ઉંચકાયું છે. ટુરીસ્ટો દ્વારા કરાતી ખરીદી થકી રોજ ૭૦૦ થી ૮૦૦ કિલો માવાનો ઉપાડ થઈ જતો હોવાથી સૃથાનીક માલાધારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. સફેદરણ તરફ જતાં માર્ગમાં આવતા ભીરંડીયારા,હોડકો સહિતના ગામ તાથા રસ્તા પર સ્ટોલ બનાવીને માલાધારીઓ માવાનું ધુમ વેંચાણ કરી રહ્યા છે.માલાધારીઓના જણાવ્યા મુજબ રણોત્સવના પગલે પ્રવાસીઓની આવનજાવન વાધી છે રણોત્સવ પહેલા માત્ર કાળોડુંગર સુાધી ટુરીસ્ટો સિમિત રહેતા હવે સફેદરણ સુાધી જતા હોવાથી વચ્ચે આવતા ગામના લોકોને રોજી-રોટી મળી રહે છે. ખાસ કરીને માવાનો વેપાર અનેકગણો વધ્યો હોવાથી સૃથાનિકોમાં ખુશી છવાઈ છે. દરેક પ્રવાસીઓ ઓછામાં ઓછો ૨૫૦ ગ્રામ માવો તો ખરીદે જ છે.આમ ૩ માસાથી વધુ ચાલનારા રણોત્સવ દરમિયાન ે લાખોની કિંમતનો માવો વેંચાઈ જાય છે. માલાધારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ક્રિસમસ,૩૧ ડીસેમ્બર તાથા ઉત્તરાયણ જેવી રજાના દિવસોમાં પ્રવાસીઓનો પ્રવાહ વધુ બેવડાય છે ત્યારે રોજના ૭૦૦ કિલોથી પણ વધુ ઉપાડ થઈ જાય છે. પ્રતિકીલો રૃ. ૨૦૦ થી ૩૦૦નો ભાવ ચાલે ત્યારે એક માલાધારી ઓછામાં ઓછો ૧૫ થી ૨૦ કિલો દિવસમાં વહેચી લે છે. સફેદ રણ માણવા બસો ભરી ભરીને લોકો તાથા છાત્રો આવતા હોવાથી લોકો બીજુ કંઈ લે કે ન લે પરંતુ કચ્છની ઓળખ સમાન માવો અચુક લેતા હોવાથી ધંધાર્થીઓને તડાકો પડી ગયો છે.