આગામી 10 દિવસ સુધી અતિભારે ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં કાશ્મીર જેવી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. હાલ લોકો ગુલાબી ઠંડીની મજા માણવાની સાથે સાથે ઠંડી સામે રક્ષણ અને હૂંફ મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે.છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધતા વાતાવરણ પણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. હાલ કાશ્મીર જેવી કાતિલ ઠંડી અને પવન સુસવાટા બોલાવી રહ્યા તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર હાડ ધ્રુજાવતી ઠંડીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હજી તો શિયાળાની શરૂઆત જ થઈ છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીનો પારો કેવો રહશે તે પણ હવે જોવાનું રહ્યું.