ભારતીય દરિયાઈ સીમા જખો પાસેથી પાકિસ્તાની બોટમાંથી રૂપિયા ૧૮૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં સનસનાટી મચી જવા પામી છે ગુજરાત એટીએસ કોસ્ટ ગાર્ડ અને એસ.ઓ.જી એ સંયુક્ત કામગીરી કરી પાકિસ્તાની બોટ સાથે પાંચ ભૂમાફિયાઓ ને દબોચી લે તને જખૌબંદરે લાવી વિશેષ પૂછપરછ હાથ ધરી છે જાણવા મળતી વિગત મુજબ કચ્છ નજીક આવેલ જખૌની દરિયાઇ સીમામાંથી દ્રકસ નો જથ્થો ધુસાડાતો હોવાની બાતમીના આધારે એટીએસ કોસ્ટ ગાર્ડ અને એસ.ઓ.જી ની સંયુક્ત ઓપરેશનમાં જખો દરિયાઈ સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી રૂપિયા ૧૮૦ કરોડ ની કિંમતના ૩૫ થી વધુ ડ્રગ્સના પેકેટો પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.બનાવને પગલે ગુજરાત એટીએસ કોસ્ટ ગાર્ડ સહિતના સ્ટાફે પાકિસ્તાની બોટ સાથે ઝડપાયેલા માફિયાઓને જખો બંદરે લાવી પૂછપરછ હાથ ધરી છે, તંત્રની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ફિશિંગ બોટ માં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘૂસાડવાનું સડયંત્ર કરતા હોવાનું બહાર આવ્યું છે બનાવને પગલે તંત્રએ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.