શિવગઢમાં પરિણીતા સાથે દુષ્કર્મ

બાલાસર પોલીસે બળાત્કારી પરણિત સખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી રાપર તાલુકાના ચિત્રોડ ની 26 વર્ષીય પતિ પીડિત યુવતીને લગ્નની લાલચ આપી પોતાના ઘરમાં બેસાડી ને અનેક મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યા બાદ પરિણીતા બે બાળકોની માતા બનતા આરોપી પરણીત સખ્સ સામે બાલાસર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે કહ્યું હતું કે શારીરિક સંબંધ થકી યુવતી જોડિયા બાળકોની માતા બની છે! યુવતી સાથે દુષ્કર્મ આચરનાર શિવગઢ નો 25 વર્ષીય પ્રવિણ તેજાભાઈ મૂછડીયા પોતે પણ પરિણીત છે.બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ચિત્રોડ ની 26 વર્ષીય યુવતી ને તેનો પતિ ત્રાસ આપતો હોય તેણે પતિ સામે 498 હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી છે પતિથી અલગ રહેતી યુવતી શિવગઢના પ્રવિણ તેજા મુછડીયા સાથે પરિચય મા આવી હતી. પ્રવિણ પણ પરિણીત છે. પોતે પરિણીત હોવા છતાં પ્રવિણે યુવતીને લગ્નની લાલચ આપી પોતાનાઘેર બેસાડી હતી. તેની જોડે પત્ની તરીકે ના તમામ સંબંધો રાખ્યા હતા. શારીરિક સંબંધ ના લીધે યુવતી ગર્ભવતી બની હતી અનેથોડા સમય અગાઉ તેણી એ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આરોપી એ પરણીત યુવતી માતા બન્યા બાદ તરછોડી મૂકી હતી અને યુવતી સાથે યોગ્ય બિહારનો કરતા યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી સારવાર લઇને હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ આ બનાવમાં આરોપીઓ સામે બાલાસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ પી એસ આઈ બી.જે.પરમાર તપાસ હાથ ધરી છે.