રાપર તાલુકાના ગાગોદર માં ઘરે ભિક્ષા માગવા આવેલા વ્યક્તિ દોઢ લાખ નો હાર ચોરી ગયાની શંકા સાથે ફરિયાદ નોંધાઈ છે આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાગોદર માં રહેતા શિવજી ભાણજી ભાઈ શાહ ઉંમર વર્ષ 78 ના ઘરમાં સેટી પલંગ ના તકિયા ની બાજુમાં રાખેલ થેલીમાંથી એક લાખ પચાસ હજારની કિંમતનો સોનાનો પાંચ તોલાનો હાર ચોરી થઇ ગયો છે આ અંગે શિવજીભાઇ શાહ નોંધાવેલી ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે એક મારા જ દક્ષિણા માગવા આવ્યા હતા તેને દક્ષિણ આપ્યા બાદ રવાના કર્યા હતા ફરી દેવો પાછા આવ્યા હતા ત્યારે તેમના પત્ની ઘરે હતા તે સમયે મહારાજે પાણી તેમજ ચા પીવાની માંગણી કરી હતી પરંતુ ચા આપવાની ના પાડતા ફરીથી તે મહારાજે પાણી માંગ્યું હતું અને શિવજી ભાઇના પત્ની પાણી લેવા ગયા હતા ત્યારે પાછળથી આ મહારાજ હાર ચોરીને લઈ ગયાની શંકા છે આ ચોરીનો બનાવ સાંજના સમયે પ્રકાશમાં આવ્યો હતો પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે