રાપરના એએસઆઇ સામે લાંચ લીધાની ફરિયાદ

પૂર્વ કચ્છના રાપર પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની નો લાંચ માંગવાના વીડિયો વાયરલ થયા બાદ ડીવાયએસપીને તપાસ દરમિયાન તથ્ય બહાર આવતા તેની સામે ફરિયાદ નોંધીને માં હાજર કરવામાં આવ્યા છે. રાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાપર પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ વેરસીભાઈ ગોહિલ નો લાંચ માંગવાના એક વીડિયો વાયરલ થયો હતો. તારીખ 14/12/ 2019 ના બપોરના સમયે પોલીસ સ્ટેશનના જુના બિલ્ડિંગની અંદર દીપકભાઈ જયરામભાઈ સુથાર પાસે તેઓના માસા વિરુદ્ધ થયેલી અરજીના કામે ચેપ્ટર કેસમાં રાહત આપીને જલ્દી રજૂ કરવા માટે બે હજાર રૂપિયાની લાંચ ની માગણી કરી હતી બાંધછોડ ના અંતે 1500 રૂપિયાની માગણી કરેલ વિડિયો વાયરલ થયો હતો જેના પગલે ડીવાયએસપી કેજી ઝાલાએ તપાસ શરૂ કરી હતી તેની પ્રાથમિક તપાસમાં વિડીયોમાંથી લાંચ માંગવાના પુરાવા મળતા ડીવાયએસપીએ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર દિનેશભાઈ ગોહીલ સામે રાપર પોલીસ મથકમાં લાંચ માંગવાના સંબંધી ફરિયાદ નોંધાવી હતી અને આ એ.એસ.આઇ ને ગાંધીધામ હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી હાલ તેમની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે