મોબાઈલનું વળગણ અને તેના કારણે ઉદ્દભવતા ફ્રેન્ડશીપના સંબંધો સાંસારિક જીવનના આંતરિક ખટરાગનું કારણ બનતા જાય છે. કચ્છના રાપર તાલુકાના નાનકડા એવા ચિત્રોડ ગામે બનેલો આવો જ એક બનાવ સમાજ માટે લાલબત્ત્ સમાન છે. આ અંગે થયેલ પોલીસ ફરિયાદ અનુસાર ૪૪ વર્ષીય સંજય ત્રમ્બકલાલ રાજગોરે અકીલા પોતાને દ્યેર મોબાઈલ ઉપર વાત કરતી પત્નીને તું કોની સાથે આ રીતે વાત કરશ? એવું પૂછતાં, પત્ની વર્ષાએ જણાવ્યું હતું કે, હું મારા મિત્ર સામત ખોડ સાથે વાત કરું છું. અન્ય પુરુષ સાથે વાત કરતી પત્ની વર્ષાબેનને તેના પતિ સંજયે આ રીતે વાત કરતા ટોકીને વાત બંધ કરવા જણાવ્યું હતું. જોકે, પતિના ઠપકાથી ઉશ્કેરાઈને પત્ની વર્ષાએ પોતાના પુરુષ મિત્ર સામત વેલા ખોડને ફરિયાદ કરી હતી. જેને પગલે બોલેરો જીપ સાથે ધસી આવેલા સામતે પોતાના હાથમાં રહેલા ધારીયાને ઊંધું રાખીને તેના ધોકાથી સંજય રાજગોરને લમધાર્યો હતો. આ સમયે પુત્રને બચાવવા સાસુ વચ્ચે પડતાં તે પણ કૂટાયા હતા. પોલીસે પતિની ફરિયાદને પગલે તેની પત્નીના પુરુષમિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.