Skip to content
મુન્દ્રાના પરા સમાન સુખપરવાસમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે એકજ કુટુંબની પાંચ વ્યક્તિઓએ મળી યુવાનને ફટકાર્યો હોવાની ઘટના નોંધાવા પામી હતી.પોલીસ દફતરેથી નુરમામદ સાલેમામદ જુણેજા (ઉ.વ.30 રહે સુખપરવાસ મુન્દ્રા)ની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગત બપોરે 1 વાગ્યે બનવા પામ્યો હતો. અગાઉના રૂપીયાની ઉઘરાણી અને આરોપીઓના માણસને મળવાનું મનદુઃખ રાખી અભુભખર સીધીક જાવીર અભુભખર શકુર સિધીક સેડા અભુભખર અને રજીયાબાઇ રઝાકે મળી ફરીયાદી નૂરમામદને તેના ઘર પાસે ધકબુશર્ટનો માર મારી ભૂંડી ગાળો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.