અંજાર પાલિકાનું પ્લાસ્ટિક ચેકિંગ: ૨૩૦૦૦ના પ્લાસ્ટિક કપ કબજે કર્યા

અંજાર પાલિકા દ્રારા પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવતાં રૂા.૨૩,૫૦૦ના પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ જ કરવામાં આવ્યા હતા.ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન–૨૦૧૯ અંતર્ગત અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ પલણ, શાસપક્ષા નેતા ડેનીભાઈ શાહ, કારોબારી ચેરમેન કેશવજીભાઈ સોરઠિયા, સેનિટેશન ચેરમેન દીપકભાઈ આહિર તથા ગુમાસ્તાધારા ચેરમેન રિન્કુગર ગુંસાઈની સૂચના અને ચીફ ઓફિસર સંજયભાઈ પટેલના માર્ગદર્શન ગતરોજ પ્લાસ્ટિકના કપ પકડવા અંગેની કાર્યવાહી દરમિયાન ૨૩,૫૦૦ પ્લાસ્ટિકના કપ જપત કરવામાં આવેલ. આ સમગ્ર કામગીરી ગુમાસ્તાધારા ઈન્સ્પેકટર રમેશ પી. મચ્છુરીયા, શંકર સિંધવ તથા મયુર યાદવ દ્રારા સફળતાપૂર્વક કરવામાં આવેલ અને હજુ પણ પ્લાસ્ટિક ઝભલા તથા પ્લાસ્ટિકના કપ જ કરવાની કામગીરી ચાલુ રહેશે તેવું ગુમાસ્તાધરા ઈન્સ્પેકટર રમેશ મસુરિયાની યાદીમાં જણાવેલ છે.