કચ્છ કોંગ્રેસે અમદાવાદની ઘટનાને વખોડી

અમદાવાદમાં એનએસયુઆઇના આગેવાનો પર થયેલા હુમલાના વિરોધમાં કચ્છ કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન અને રેલીનું આયોજન કર્યું હતું તાજેતરમાં અમદાવાદ ખાતે થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ સ્થિત ભાજપ કાર્યાલય સુધી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ખાતે બનેલી ઘટનાને વખોડી ભાજપની સરકારમાં પોલીસ અને ભાજપની અન્ય પાંખો દ્વારા ખુલ્લેઆમ ગુંડાગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું પણ જણાવ્યું હતું આ રેલીમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રદેશ મંત્રી અરજણભાઈ હડીયા તેમજ જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા