કચ્છમાં તીવ્ર ઠંડીનું મોજુ યાથાવત રહેવા પામ્યું છે. પવનની ગતિ વાધતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. નલિયામાં દોઢ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન ઘટીને ૧૦ ડિગ્રીએ પહોચ્યું છે. જે રાજ્યનું સૌથી ઠંડુ માથક રહ્યું છે. ૧૧.૪ ડિગ્રી સાથે ભુજ બીજા નંબરનું શીત માથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં ૧૨.૧ અને કંડલા પોર્ટમાં ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લઘુત્તમ પારો ફરી વાર સિંગલ ડિજીટમાં પહોંચે તેવી શક્યતા હોવાથી ઠંડીમાં વાધારો થશે.જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરી ભારે બરફવર્ષા થતાં તેની અસરના ભાગરૃપે ટાઢોડાનું સામ્રાજય છવાઈ ગયું છે. ગઈકાલની તુલનાએ વાતાવરણ સુર્યપ્રકાશિત રહ્યું હતું. પવનની ગતિ વાધી હતી. ઝડપ સરેરાશ ૫ થી ૧૦ કિલોમીટરની રહેવા પામી હતી. દિવસે લોકોએ ઉની વસ્ત્રોનો સહારો લેવો જ પડયો હતો. નલિયામાં તાપમાનનો પારો ફરી નીચે ઉતર્યો હતો. દોઢ ડિગ્રી જેટલો ઘટડો થઈને ૧૦ ડિગ્રીએ સિૃથર રહ્યો હતો. શીત લહેરની જનજીવન પર અસર વર્તાઈ હતી. ભુજમાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૩.૯ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા જેટલું ઉચું અને સાંજે ૪૫ ટકા નોંધાયું છે. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએાથી સરેરાશ પ્રતિકલાક ૭ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. કંડલા એરપોર્ટમાં ૧૨.૧ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.