રેલવેના ખાનગીકરણનો વિવિધ રેલવે કામદાર સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગાંધીધામ ખાતે એન એફ આઈ આર અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા અપાયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામ ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામના કામદાર સંગઠનો દ્વારા કરાયેલા કાર્યક્રમમાં ગાંધીધામ સ્થિત કચેરી સામે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું જેમાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ખાનગીકરણ બંધ કરોના સૂત્રોરચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સમયે રેલ્વે કામદાર સંગઠનના આગેવાનો અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા